એક માણસનું જીવવું ઝેર થઇ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે ચડતું નહોતું. એને થયું કે આ જીવનનો અંત લાવ્યે જ છૂટકો. શહેર વચ્ચે થી રેલવે પસાર થઇ ત્યાં જઈને, ગાડી આવે ત્યારે શરીર પડતું મુકવાનું નક્કી કર્યું.
પણ ઘરે થી નીકળતા બીજો પણ સંકલ્પ કર્યો કે, રસ્તામાં જે માણસો મળે તેમાંથી એકાદ પણ જો મારા તરફ જોઈ ને સ્મિત આપે અને એના થી મારા અંતરમાં લાગણી ની હૂંફ પ્રગટાવે, તો મરવાની યોજના પડતી મૂકી ને ઘરે પાછો વળી જઈશ.
હવે એ વાતને ત્યાં રાખીએ. એ માણસ નું પછી શું થયું, તે જવા દઈએ. પણ સવાલ એ થાય છે કે એ માણસ ઘેરથી નીકળ્યો પછી, રસ્તામાં કદાચ તમે જ એને સામા મળ્યા હોત તો? – બોલો, એનું શુ થાત? ત્યાંથી ઘેર પાછા ફરવાનું કારણ તમે તેને આપી શક્યા હોત? જરા વિચારી જોજો! તમે જ મળ્યા હોત તો!
– સુમંત દેસાઈ