Site icon Kalavad.com

રામદેવપીરની આરતી

રામદેવપીરની આરતી | Ramdev pir - રામદેવ પીર | nejadhari - નેજા ધરી | ranuja - રણુજા

રામદેવપીરની આરતી

રામદેવપીર(બાબા રામદેવ,રામસાપીર, રામદેવજી, પીરો કે પીર અનેક નામોથી ઓળખાતા) એ રાજસ્થાનના લોક દેવતા છે,જેમની રાજસ્થાન, ગુજરાત સહિત ઘણા ભારતીય રાજ્યોમાં પૂજા કરવામાં આવે છે.

તેમની સમાધિ રામદેવરા (જેસલમેર, રાજસ્થાન) ખાતે છે, જ્યાં દેશભરમાંથી લાખો ભક્તો દર્શન કરવા પહોંચે છે.

પીછમ ધરાસુ મારા બાપજી પધાર્યા
ઘર અજમલ અવતાર લીયો

લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે… પીછમ ધરાસુ…

ગંગા યમુના બહે રે સરસ્વતી
રામદેવ બાબા સ્નાન કરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

વીણા રે તંદુરા બાબા નોબત બાજે
ઝાલરની રે ઝણકાર પડે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

ધિરત મીઠાઈ બાબા ચઢે તારે ચુરમો
ધુપ ગુગળ મહેકાર કરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

દૂરા રે દેશાસુ બાબા આવે તારે જાતરી
સમાધી કે આગે આવી નમન કરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

હરિ શરણાં મે ભાટી હરજી તો બોલ્યા
નવા રે ખંડા મે નિશાન ફીરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

Exit mobile version