યા કુન્દેન્દુ તુષાર-હાર ધવલા, યા શુભ્ર, વસ્ત્રામ્વૃતા।
યા વીણા-વર-દંડ-મંડિત કરા,યા શ્વેત પદ્માસના॥
યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિમિ,દેવૈ:સદા વંદિતા।
સા માસ્ પાતુ સરસ્વતી ભગવતી, નિ:શેષ જાડ્યાપહા॥
ભગવતી જે સફેદ કમળ પર બિરાજમાન, ગળામાં ફુલહાર છે. સફેદ કપડા ધારણ કરેલ છે, હાથમાં વીણા શોભાયમાન છે. જેને બ્રહ્માજીની બાજુમાં સ્થાન ગ્રહણ કરેલ છે. જેમની ભગવાન વિષ્ણુ અને શંકર હંમેશા પૂજા કરે છે. જે તમામ જડતા અને અજ્ઞાનતાને દૂર કરે છે, એવા માતા સરસ્વતી રક્ષણ આપો.
સુંકલા બ્રમ્હવિચાર સાર પરમમાંઘય જગદાપીની
વીણા-પુસ્તક-ધારિણીમભયદા જાડ્યાંઘકારમ।
હસ્તે સ્ફટીકમાલિકા વિદધન્નતિ પદ્માસને સંસ્થિતામ
વંદે તાં પરમેશ્વરી ભગવતી બુદ્ધિપ્રદા શારદામ॥
શુક્લવર્ણી, આ જગત માં વ્યાપ્ત થયેલ આદિશક્તિ, પરબ્રમ્હ વિષયમાં ચિંતન અને મનન કરવામાં પરમ શ્રેષ્ઠ. ભયમાંથી મુક્ત કરાવનાર. અજ્ઞાની ને જ્ઞાન આપનાર. હાથમાં વીણા, પુસ્તક અને માળા ધારણ કરેલ, પદ્માસન માં બિરાજેલ. બુદ્ધિ પ્રદાન કરનાર એવા માતા શારદાને વંદન કરું છું.