અમે રે સૂકું રૂનું પૂમડું
અરવલ્લી પહાડી શૃંખલાઓમાં નીકળતી બનાસ નદીના કિનારે નાથદ્વારા સ્થિત ભગવાન શ્રીનાથજીનું ભવ્ય મંદિર આવેલ છે. જે ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ભગવાન વિષ્ણુનું એક દિવ્ય સ્વરૂપ છે. શ્રીનાથજી ભગવાન કૃષ્ણના એક સ્વરૂપનું પ્રતીક છે, જ્યારે તેમણે એક હાથ ઉંચો કરીને ગોવર્ધન ટેકરી ઉપાડી હતી.એક કાળા આરસના રૂપમાં છે, જ્યાં ભગવાન તેના ડાબા હાથને ઊંચો કરીને અને અને જમણો હાથ મુઠ્ઠી વાળેલ કમરે છે.
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર:
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે, સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે ઊધઈખાધું ઈધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર:
આવો, રે આવો હો જીવણ, આમના.
ભગવાન શ્રીનાથજીનું અનેક અત્યંત સુંદર ભજન છે જેમકે ઓ શ્રીનાથજી આવજો તમે, આજે વલ્લભ પધાર્યા વગેરે.