Site icon Kalavad.com

આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ

shree-nathji-kalavad_com

shreenathji

આવો શ્રીવલ્લભ આવો, શ્રીવિઠ્ઠલ પડ્યું તમારૂં કામ રે

અરવલ્લી પહાડી શૃંખલાઓમાં નીકળતી બનાસ નદીના કિનારે નાથદ્વારા સ્થિત ભગવાન શ્રીનાથજીનું ભવ્ય મંદિર આવેલ છે. જે ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ભગવાન વિષ્ણુનું એક દિવ્ય સ્વરૂપ છે. શ્રીનાથજી ભગવાન કૃષ્ણના એક સ્વરૂપનું પ્રતીક છે, જ્યારે તેમણે એક હાથ ઉંચો કરીને ગોવર્ધન ટેકરી ઉપાડી હતી.એક કાળા આરસના રૂપમાં છે, જ્યાં ભગવાન તેના ડાબા હાથને ઊંચો કરીને અને અને જમણો હાથ મુઠ્ઠી વાળેલ કમરે છે.

આવો શ્રી વલ્લભ આવો, શ્રી વિઠ્ઠલ પડ્યું તમારૂં કામ રે
હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે
આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારૂં કામ રે
હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે

સેવાને ધર્મનો ઝંડો ફ્રકવ્યો
શ્રીકૃષ્ણા શરણ્મમમ મંત્ર ગજાવ્યો
સેવાને ધર્મનો ઝંડો ફ્રકવ્યો
શ્રીકૃષ્ણા શરણ્મમમ મંત્ર ગજાવ્યો
અગ્નિમાં અવતરી આપે બનાવ્યું ચંપારણ જાત્રાનું ધામ રે
હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે
આવો શ્રીવલ્લભ આવો…

ભાગવતને ગીતાનો સાર સમજાયો
પુષ્ટિ મારગનો મહિમા વધાર્યો
ભાગવતને ગીતાનો સાર સમજાયો
પુષ્ટિ મારગનો મહિમા વધાર્યો
તમ સંગાથે આજે અમારે કરવા છે યમુના પાન રે
હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે
આવો શ્રીવલ્લભ આવો…

જયશ્રી કૃષ્ણા બોલતાને સૌને બોલાવતા
જ્ઞાન દિપકની જ્યોત પ્રગટાવતા
જયશ્રી કૃષ્ણા બોલતાને સૌને બોલાવતા
જ્ઞાન દિપકની જ્યોત પ્રગટાવતા
શાંતિને ચરણે રાખો શ્રીનાથજી આપો દર્શનના દાન રે
હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે
આવો શ્રીવલ્લભ આવો…

ભગવાન શ્રીનાથજીનું અનેક અત્યંત સુંદર ભજન છે જેમકે હવેલી બંધાવી દઉં શ્રીજી, ઓ શ્રીનાથજી આવજો તમે વગેરે.

Exit mobile version