અમી ભરેલી નજરું રાખો
અરવલ્લી પહાડી શૃંખલાઓમાં નીકળતી બનાસ નદીના કિનારે નાથદ્વારા સ્થિત ભગવાન શ્રીનાથજીનું ભવ્ય મંદિર આવેલ છે. જે ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ભગવાન વિષ્ણુનું એક દિવ્ય સ્વરૂપ છે. શ્રીનાથજી ભગવાન કૃષ્ણના એક સ્વરૂપનું પ્રતીક છે, જ્યારે તેમણે એક હાથ ઉંચો કરીને ગોવર્ધન ટેકરી ઉપાડી હતી.એક કાળા આરસના રૂપમાં છે, જ્યાં ભગવાન તેના ડાબા હાથને ઊંચો કરીને અને અને જમણો હાથ મુઠ્ઠી વાળેલ કમરે છે.
અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી
દર્શન આપો દુખડા કાપો મેવાડના શ્રીનાથજી
ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી
દયા કરીને ભક્તિ (2) દેજો મેવાડના
અમી ભરેલી નજરું…
હું દુખીયારો તમારે દ્વારે આવી ઉભો શ્રીનાથજી
આશિષ દેજો ઉરમાં લેજો (2) મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી નજરું…
તમારે ભરોસે જીવન નૈયા હાકી રહયા શ્રીનાથજી
બની સુકાની પાર ઉતારો (2) મેવાડના શ્રીનાથજી
અમી ભેલી નજરું …
ભગવાન શ્રીનાથજીનું અનેક અત્યંત સુંદર ભજન છે જેમકે આજ મારા મંદિરીયામાં, પગલા પાડો વલ્લ્ભ પ્રભુજી આજ અમારા આંગણામા વગેરે.