દર્શન દ્યો મા શ્રીયમુનાજી
અરવલ્લી પહાડી શૃંખલાઓમાં નીકળતી બનાસ નદીના કિનારે નાથદ્વારા સ્થિત ભગવાન શ્રીનાથજીનું ભવ્ય મંદિર આવેલ છે. જે ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ભગવાન વિષ્ણુનું એક દિવ્ય સ્વરૂપ છે. શ્રીનાથજી ભગવાન કૃષ્ણના એક સ્વરૂપનું પ્રતીક છે, જ્યારે તેમણે એક હાથ ઉંચો કરીને ગોવર્ધન ટેકરી ઉપાડી હતી.એક કાળા આરસના રૂપમાં છે, જ્યાં ભગવાન તેના ડાબા હાથને ઊંચો કરીને અને અને જમણો હાથ મુઠ્ઠી વાળેલ કમરે છે.
દર્શન દ્યો મા શ્રીયમુનાજી,
હું તો બીજા કશાથી નથી રાજી.
પાન કરાવો અમ્રુતજળના
જળ હટાવો માયાબળના,
રટણ કરાવો શ્રીરાધા વરના.
ચરણ પડ્યો છું દુઃખડા કાપો,
વાંક નીવારી સુખડાં આપો.
યુગલ સ્વરુપ મારા હ્રદયે સ્થાપો.
અહર્નિશ સેવામાં દિન ગાળું,
કૃષ્ણ કૃપાળુ વિનતા પામું,
અવિચલ પદમાં હું પાયે લાગું.
માયાજાળ કાઢો શ્રીમહારાણી,
માજી લીલામાં લ્યો તાણી.
દૈવી જીવો પર કરૂણા જાણી.
છોડાવી દ્યો વિષયાસક્તિ,
માનસીસેવામાં અભિવ્યક્તિ,
શ્યામચરણમાં લ્યો મધુરભક્તિ.
દુર્ગુણ મારા કાઢી નાખો,
વાંક અમારો હોય તો સાંખો,
વ્રજમાં વાસ કરું વૈકુંઠ આપો.
લાલાહીઃ સેવક તારો,
ધીર થઇ આવ્યો અતિ દુખિયારો,
ઉગરવાનો બીજો નથી આરો.
ભગવાન શ્રીનાથજીનું અનેક અત્યંત સુંદર ભજન છે જેમકે અમી ભરેલી નજરું રાખો, ધન્ય એકાદશી, એકાદશી કરીયે તો વૈકુંઠ પામીયે વગેરે.