“અખો”– અખા રહિયાદાસ સોની. અનેક જાણીતી અખાની પંક્તિઓ છે, જેમની અનેક પંક્તિનો આપણે વાતચીતમાં વાપરીએ છીએ. જે એક વાક્યમાં આપણે ઘણું બધું કહી જાય છે જે એકવાર માં સમજવું મુશ્કેલ પડે છે.
અખાની પંક્તિઓ:
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પુંજે દેવ….
ભાષાને શું વળગે ભૂર ? રણમાં જે જીતે તે શૂર…
ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જાણ્યો…
આંધળો સસરો શણગટ વહુ
એમ કથા સાંભળવા ચાલ્યા વહુ,
કહ્યું કશુંને સભાળ્યું કશું આંખનું કાજળ ગળે ઘસ્યું…
ન્હાયા ધોયા ફરે ફૂટડા ખાઈ પીને થયા ખૂંટડા
દેહાભિમાન હતું પાશેર,
વિદ્યા મળતા વધ્યું શેર..
સો અંધામાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ
અંધ અંધ અંધારે મળ્યાં જ્યમ તલમાં કોદરા ભળ્યા
પોતે હરિને ન જાણે લેશ,કાઢી બેઠો હરિનો જ વેશ