Site icon Kalavad.com

જય જય ગરવી ગુજરાત

jay-jay-garvi-gujurat - જય જય ગરવી ગુજરાત | Gujarat - ગુજરાત | Gujarat-day - ગુજરાત દિવસ | Narmad

jay-jay-garvi-gujarat

જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત !

ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત,
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત
ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત, જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય, મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર,
પર્વત ઉપરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત, જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ, તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત!
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત.

કવિ નર્મદ

Exit mobile version