Site icon Kalavad.com

પરમેશ્વર કેવા હશે

hindu-god-kalavad_com

hindu-god

મને કહોને પરમેશ્વર કેવા હશે?
ક્યાં રહેતા હશે, શું કરતા હશે?

ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને,
તારાને ગૂંથનારા કેવા હશે? …મને કહોને

આંબાની ઊંચી ડાળે ચડીને,
મોરોને મૂકનાર કેવા હશે? …મને કહોને

મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,
કોયલ બોલાવનાર કેવા હશે? …મને કહોને

ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી,
ધૂ ધૂ ગજાવનાર કેવા હશે? …મને કહોને

મનેય મારી માડીને ખોળે,
હોંસે હુલાવનાર કેવા હશે? …મને કહોને

 

Exit mobile version