ભજ ગોવિન્દમ ભજ ગોવિન્દમ ગોવિન્દમ ભજ મૂઢમતે। સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહિ નહિ રક્ષતિ ડુકૃઝરણે ॥૧॥ ઓ મૂર્ખ માનવ! ગોવિન્દને ભજ, ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ. નિર્ધારિત કાળ આવશે ત્યારે વ્યાકરણના નિયમો તારી રક્ષા નહિ કરી શકે. મૂઢ જહીહિ ધનાગમતૃષ્ણાં કુરુ સદબુદ્ધિ મનસિ વિતૃષ્ણામ્। યલ્લભસે...