ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે. આજે પણ અમદાવાદની ખાડિયાની દેસાઇ પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે,જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારો માંનાં એકની યાદ અપાવે છે. જયારે અખાને યાદ કરીએ ત્યારે “અખાના છપ્પા” યાદ આવે છે.
જીવનના શરૂઆતના ગાળામાં તે સોની હતો. પછીથી પોનાની ધર્મની બહેનથી વિશ્વાસઘાત થતાં તેનો સમાજ પરથી વિશ્વાસ ઉડી ગયો. તેણે એક ગુરૂનું શરણ લીધું.પણ જ્યારે અખાને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.
આ સાથે તેણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલ આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. છપ્પાઓમાં અખો તે સમયે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને પોતાની ચાબખા જેવી વાણીના સપાટામાં લેતો જોવા મળે છે.
અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલ છે. જે ૪૪ અંગમાં વહેંચી શકાય.
વેષનિંદા અંગ | જ્ઞાનદગ્ધ અંગ | સ્વાતીત અંગ | કૃપા અંગ |
આભડછેટનિંદા અંગ | દશવિધજ્ઞાની અંગ | ચેતના અંગ | જીવ ઇશ્વર અંગ |
શ્થુળદોષ અંગ | વિભ્રમ અંગ | ધીરજ અંગ | આત્મલક્ષ અંગ |
પ્રપંચ અંગ | કુટફળ અંગ | ભક્તિ અંગ | વેષવિચાર અંગ |
સુક્ષ્મદોષ અંગ | ગુરુ અંગ | સંત અંગ | જીવ અંગ |
ચાનક અંગ | સહજ અંગ | માયા અંગ | વેદ અંગ |
ભાષા અંગ | કવિ અંગ | સૂઝ અંગ | અજ્ઞાન અંગ |
ખળજ્ઞાની અંગ | વૈરાગ્ય અંગ | મહાલક્ષ અંગ | મુક્તિ અંગ |
જડભક્તિ અંગ | વિચાર અંગ | સ્વભાવ અંગ | આત્મા અંગ |
સગુણભક્તિ અંગ | ક્ષમા અંગ | જ્ઞાની અંગ | પ્રાપ્તિ અંગ |
દંભભક્તિ અંગ | તીર્થ અંગ | વિશ્વરૂપ અંગ | પ્રતીતિ અંગ |