તેમને ઘણા ઉપનામ મળેલા જેવા કે “જ્ઞાનનો વડલો”, “હસતો ફિલસૂફ”, “ઉત્તમ છપ્પાકાર” (કવિ ઉમાશંકર જોશીએ આપેલ), “બ્રામ્હી સાહિત્યકાર”(કાકા સાહેબ કાલેલકરએ આપેલ.)
અખાએ વ્યવસાય માટે જેતલપુરથી આવીને અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દેસાઈ પોળમાં વસવાટ કર્યો હતો અને એ મકાન “અખાના ઓરડા” તરીકે આજે પણ ઓળખાય છે. જે આપણને ગુજરાતના શરૂઆતના શ્રેષ્ઠ સાહિત્યકારો માંના એકની યાદ તાજી કરાવે છે.ત્યાર બાદ કાલુપૂરમાં આવેલી મેઘલ બાદશાહ જહાંગીરની ટંકશાળમાં નોકરી સ્વીકારી હતી. તેમણે માનેલી ધર્મની જમના બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો ત્યાર બાદ તેમણે એક ગુરૂનું શરણ લીધું,પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.
તેઓ સોનીનો વ્યવસાય કરતા ની સાથે છપ્પા લખવાનું ચાલુ કરેલ કેમકે બે વાર વિશ્વાસઘાત મળેલ. આ છપ્પામા સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો પ્રત્યક્ષ તિરસ્કાર, ધર્મના નામે ચાલતી અંધશ્રદ્ધા નું વર્ણન જોવા મળે છે. એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે. શંકરાચાર્યના કૈવલાદ્રૈતના સિદ્ધાંત (બ્રમ્હા સત્ય અને જગત મિથ્યા)ની અસર અખાના જીવન પર વિશેષ અસર કરી હતી.
અખા છપ્પા
અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે. જે ૪૪ અંગમાં વર્ણન કરેલ છે જેવા કે
- જડભક્તિ અંગ
- વિચાર અંગ
- અજ્ઞાન અંગ
- પ્રાપ્તિ અંગ વગેરે
અખાની પ્રસિદ્ધ કૃતિઓ
અખાની અનેક પ્રસિદ્ધ કૃતિઓ છે જેવી કે
- અખોગીત
- અનુભવ બિંદુ
- ગુરુ શિષ્ય સંવાદ
- ચિત્ત -વિચાર સંવાદ વગેરે
અખાની જાણીતી પંક્તિઓ
અખાની અનેક પંક્તિઓ આજે પણ આપણે વાતો કરવામાં વાપરીએ છીએ જે ઘણી બધી પ્રખ્યાત છે. જેમ કે
“એક મૂરખને એવી ટેવ,
પથ્થર એટલા પૂજે દેવ.”
“ભાષાને શું વળગે ભૂર?,
રણમાં જે જીતે તે શૂર.”
આવી તો અનેક પંક્તિઓ છે. એક વાક્યમાં આપણે ઘણું બધું કહી જાય છે.